ગુજરાતઃ નાના શહેરોમાં પણ વધી રહ્યું છે કોરોના સંક્રમણ
Live TV
-
મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ- જામનગરમાં વધુ 15 તો નવસારીમાં 8, રાજકોટમાં 2 તો અમરેલીમાં નોંધાયા કોરોના પોઝિટિવના 3 કેસ
રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે કોરોના વાયરસના પોઝિટીવ કેસ અંગે જાહેર કરેલા આકંડાઓએ અમદાવાદની ચિંતાને થોડી હળવી કરી છે. જેમાં ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 549 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદમાં 230 કેસ નોંધાયા હતાં જેમાંથી 13 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે તેની સામે 381 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તો સુરતમાં વધતા નવા કેસથી સુરત તંત્ર માટે ચિંતાનું વિષય બન્યું છે.
સુરતમાં ગઈકાલે 152 નવા કેસ નોંધાયા હતા જ્યારે 5 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે આજે 58 નવા કેસ નોંધાયા છે, સુરતમાં કુલ મૃત્યુ આંક 134 પર પહોંચ્યો છે. સુરતમાં છેલ્લાં ત્રણ દિવસમાં 400થી વધુ કેસ નોંધાતાં તંત્ર વધુ સતર્ક થયું છે. જ્યારે ભાવનગરમાં કોરોનાના એક જ દિવસમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જામનગરમાં સંક્રમણના વધુ 15 કેસ સામે આવ્યાં છે. તો રાજકોટમાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજકોટ શહેરમાં 127 જ્યારે ગ્રામ્યના 72 મળી કુલ સંખ્યા કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 199 થઇ છે.
આ તરફ નવસારી પણ વધુ 8 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં કુલ 59 કેસ નોંધાયા છે. જેમાંથી 38 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે હાલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે, તો અમરેલીમાં આજે 3 કેસ નોંધાયા છે, તો વેરાવળમાં 1 કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલે 26 મૃત્યુ સાથે કુલ મૃ઼ત્યુ આંક 1711 થયો છે.
