Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ

Live TV

X
  • લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 

    ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e- EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. 

    બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં 27 એપ્રિલ સુધીમાં EVMનું બીજું રેન્ડમાઇઝેશન, જ્યારે 5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

    લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી- 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. 

    તા. 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના 1 ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.

    મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્વરૂપે બુથ લેવલ ઑફિસર દ્વારા મતદાર માહિતી કાપલી (Voter Information Slip) લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. 

    મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવશે. વધુમાં પ્રજ્ઞાપક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરવામાં આવશે. આ કામગીરી તા. 02 મે, 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply