ગુજરાતના ધોળાવીરાને મળ્યો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો
Live TV
-
તાજેતરમાં જ પેરિસ ખાતે યોજાયેલી યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો
દેશમા અનેક ઐતિહાસીક ધરોહર સ્થળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમા સ્થાન મળ્યુ છે. ગુજરાત રાજ્યના નામે વધુ એક ઐતિહાસીક સિધ્ધી પ્રાપ્ત થઈ છે. કચ્છ સ્થિત ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજમા સ્થાન આપ્યુ છે આ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને માહીતી આપી હતી. ગુજરાતનુ ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. સ્થાનિક લોકો તેને કોટડા તરીકે ઓળખે છે. તથા અહીની સંસ્કૃતિ 5 હજાર વર્ષ જૂની હોવાનુ મનાઈ રહ્યુ છે. આ અગાઉ 2004મા ચાંપાનેર, 2014મા પાટણ સ્થિત રાણકી વાવ તથા લોથલ, 2017મા અમદાવાદ શહેર અને હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમા સ્થાન મળ્યુ છે.
ગુજરાતના ગૌરવમાં વર્લ્ડ હેરીટેજનો વધુ એક ટેગ ઉમેરવામાં આવ્યું. હડપ્પન સંસ્કૃતિને જાળવીને બેઠેલા કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવિરાને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળ્યો છે. ધોળાવિરાને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપવાનો પેરિસમાં યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હજારો વર્ષ જૂની હડપ્પા કાલીન સભ્યતાને પોતાના પેટાળમાં સંગ્રહીને બેઠેલા પૂર્વ કચ્છમાં આવેલ ભચાઉ તાલુકામાં ધોળાવીરા આવેલું છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે, જેની પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.
