Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 296 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 296 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ આણંદના પેટલાદમાં સાડા પાંચ ઈંચ તો બોરસદમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 12 તાલુકામાં 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 24 તાલુકામાં સરેરાશ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વલસાડ, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા અને મહિસાગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

    રાજ્યમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે 240 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં 200 તાલુકાઓમાં અડધાથી આઠ ઇંચ સુધીનો  વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી બે દિવસ હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નવસારી, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં,  તેમજ સૌરાષ્ટ્રના- ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડાની વાત કરીએ  તો રાજકોટના લોધિકામાં, સૌથી વધુ ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલક વાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં સાડા 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ, વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ અને તાપી જિલ્લામાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  તો મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં આજે 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  બીજી તરફ ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply