Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 57 મો જન્મદિવસ

Live TV

X
  • ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 57 મો જન્મદિવસ છે. પાટનગરની સાથે લોકોમાં ગાંધીનગરની ઓળખ 'ગ્રીનસિટી' તરીકેની છે. તેવામાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી બાદ ગાંધીનગરની ઓળખ વૈશ્વિક સ્તરે અલગ રીતે ઉભી થઈ છે. એક સમયે સૂમસામ કહેવાતુ આ નગર આજે એજ્યુકેશન હબ બન્યું છે. ગુજરાત રાજ્યના સ્થાપનાનાં 5 વર્ષ બાદ એટલે કે 2 ઓગસ્ટ 1965 ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં જ્યા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે તે GEB કોલોનીમાં તેની પ્રથમ ઈંટ મૂકાઈ હતી. ગેસ્ટહાઉસના નિર્માણ માટે ત્યાં પ્રથમ ઈંટ મૂકાઈ હતી. GEB કોલોની જે આજે GSECL કોલોનીના નામે ઓળખાય છે. ચાર વર્ષ બાદ 23 ડિસેમ્બર, 1969 ના દિવસે તે ગેસ્ટહાઉસનું નિર્માણ થયું અને ગાંધીનગરને નગર તરીકેની ઓળખ મળી. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા. શહેરની રચનાનું મુખ્ય આયોજન ચીફ આર્કિટેક્ટ એચ.કે.મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ આપ્ટેએ કર્યુ હતું. 

    ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. 1 મે 1970 ના દિવસે અમદાવાદમાંથી ગાંધીનગર પાટનગર બન્યું. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના નામ પરથી શહેરનું નામ ગાંધીનગર બન્યું. પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટ હાઉસ ખાતે મુકવામાં આવી હતી ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા દર વર્ષની જેમ ગાંધીનગરના સ્થાપના દિને 2 ઓગસ્ટના રોજ અહીં ઉજવણી કરાશે. કોરોનામાં મૃતકોનો મલાજો જાળવવા માટે અહીં કેક કટીંગ નહીં કરવામાં આવે અને દિપ પ્રાગટય કરીને વસાહત મહામંડળ જીઇબી ખાતે સાદગીથી ગાંધીનગરના 57 માં સ્થાપના દિવસની ઉજવણી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply