રાજ્યનાં મુખ્યમંત્રી જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 2 ઓગસ્ટે તેમના 65 મા જન્મદિવસની શરૂઆત દિગ્ગજ નેતા અને ગુજરાતનાં પૂવ નાણાંમંત્રી વજુભાઈ વાળાની વહેલી સવારે તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. વજુભાઇ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. તેઓએ અંજલીબહેન રૂપાણી સાથે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી આર્શીવાદ લીધા હતા.
આ મુલાકાત વખતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, લાખાભાઈ સાગઠીયા, અરવિંદ ભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
