ગુજરાતના બાળકો માટે વેકેશન બનશે વિજ્ઞાન ઉત્સવ, GUJCOST દ્વારા 4 શહેરોમાં સમર સાયન્સ કેમ્પનું આયોજન
Live TV
-
ઉનાળાના વેકેશનમાં બાળકોને ગમ્મત સાથે વિજ્ઞાનનું જ્ઞાન પીરસવા માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આગામી 1 મેથી 30 મે, 2026 દરમિયાન રાજ્યના ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) ખાતે ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્યાં અને ક્યારે યોજાશે આ કેમ્પ?
રાજ્યભરમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે આવેલા રીજનલ સાયન્સ સેન્ટર્સમાં વિવિધ બેચમાં આ કેમ્પ યોજાશે. દરેક બેચમાં મહત્તમ 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, જે ‘વહેલા તે પહેલા’ના ધોરણે ઉપલબ્ધ રહેશે.5 આકર્ષક થીમ પર આધારિત હશે શિક્ષણ
આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષવા માટે પાંચ મુખ્ય વિષયો નક્કી કરવામાં આવ્યા છે:
1. વૈજ્ઞાનિક કેવી રીતે બનવું?
2. સ્પેસ (અવકાશ) સમર કેમ્પ
3. મરીન બાયોલોજી/મશીન એન્જિનિયરિંગ
4. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટિક્સ
5. એક્સપ્લોરિંગ નેચર (પ્રકૃતિનું અન્વેષણ)પ્રવૃત્તિઓનો ખજાનો
કેમ્પ દરમિયાન માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ વ્યવહારુ શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. જેમાં:- વૈજ્ઞાનિક પ્રયોગો અને પ્રદર્શનો
- નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન (ટેલિસ્કોપ દ્વારા આકાશ નિરીક્ષણ)
- ફિલ્ડ વિઝિટ અને સાયન્સ ગેલેરીની મુલાકાત
- ક્વિઝ અને વિજ્ઞાન આધારિત રમતો
કેવી રીતે જોડાવું?
વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભવિષ્યનું કુશળ કાર્યબળ તૈયાર કરવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનને સાકાર કરવા આ કેમ્પ મહત્વની ભૂમિકા ભજવશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે તેમના નજીકના રીજનલ સાયન્સ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
