ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીની રદ થયેલી રજા મંજૂર કરવાનો નિર્ણય
Live TV
-
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશીની જોવા મળી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. એટલું જ નહીં પરંતુ રજાઓ દરમિયાન તમામે ફોન અને ઈ મેલ પર પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે.ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, ભારત-પાક. તણાવને પગલે રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.