Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 170થી વધુ તાલુકામાં મેઘમહેર,અમદાવાદમાં મોડી રાતથી સતત વરસાદ

Live TV

X
  • મહેસાણાના સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ

    અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સતત વરસી રહેલા વરસાદના કારણે , સિઝનનો કુલ વરસાદ 78 ટકાએ પહોંચ્યો છે. શહેરમાં શનિવારે મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતે ધીમીધારે ચાલુ થયેલા વરસાદનું જોર વધ્યું છે. વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વેજલપુર, સરખેજ, ગોતા, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, વટવા, જમાલપુર, ઇસનપુર સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આજે રવિવારે રજા હોવાથી વાહનો ઓછા નજરે પડી રહ્યા છે. વિઝિબિલિટી પણ ઓછી થઈ છે.આ હવામાનની સ્થિતિને જોતાં આગામી રવિવારને 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ પાડોશના મધ્યપ્રદેશ તથા દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેમાં પણ શનિવાર અને રવિવારે ગુજરાતનો તો વારો જ પડી જશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે

    રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં 170થી વધુ તાલુકાઓમાં , સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ , તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં , સારો વરસાદ વરસ્યો હતો. મહેસાણાના સતલાસણામાં , બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા , ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો જિલ્લાના ધરોઈ ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અને ડેમની સપાટી 605 ફુટને પાર થઈ ગઈ છે. તો મધ્યગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે , સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં , સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમની સપાટી 122.63 મીટરને પાર પહોંચી છે. તાપીના ઉકાઈ ડેમમાં પણ સતત સપાટી વધી રહી છે. ડેમની જળસપાટી હાલ 332.45 ફુટે પહોંચી ગઈ છે. તો રાજકોટ અને તેના ઉપરવાસમાં સારા વરસાદને કારણે , આજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. તો જિલ્લાના ધોરાતી અને ઉપલેટામાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તાર પીપાવા બંદર, અને ચાંચ બંદરમાં તેમજ જાફરાબાદ ખાંભામાં પણ સરેરાશ દોઢ થી 2 ઈંચ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે દાહોદમાં અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 વ્યક્તિઓ તણાયા હતા. NDRFની ટીમે આ લોકોને બચાવવા માટે કરેલા તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply