સૌરાષ્ટ્રમાં વધુ એક શિપબ્રેકીંગ યાર્ડ થશે ધમધમતું, જામનગરના સચાણામાં ફરી શરૂ થશે શિપબ્રેકીંગ યાર્ડ
Live TV
-
સૌરાષ્ટ્રમાં વધુ એક શિપબ્રેકીંગ યાર્ડ ધમધમતું થશે. ભાવનગરના અલંગની જેમ જ જામનગરના સચાણાનું શિપબ્રેકીંગ યાર્ડ ફરીથી ધમધમતુ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. એટલે કે હવે દેશ-વિદેશના મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું નવું શિપબ્રેકિંગ યાર્ડ જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે જમીનની હદ અંગેના વિવાદને પગલે આ શીપબ્રેકીંગ યાર્ડ 2012થી બંધ હાલતમાં હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રચેલી ઉચ્ચ સ્તરીય કમિટીના પરિણામ સ્વરૂપે સચાણા શિપબ્રેકીંગ યાર્ડ પુનઃ વેગવંતુ બનશે અને અલંગની જેમ જ શિપબ્રેકીંગ ક્ષેત્રે વિશ્વકક્ષાએ મહત્વનું બનશે
