લાંબા સમયથી વડોદરાના નાગરિકોની માંગ સરકારે સ્વિકારી, હરણીમાં અશાંતધારો લાગુ
Live TV
-
રાજ્યમાં નાગરિકોને સલામતી અને શાંતિનો અહેસાસ થાય તે માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વડોદરાના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળ અશાંત ધારા વિસ્તારોમાં વધારો કર્યો છે તો હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અશાંત ધારો અમલી બનાવવાનું નક્કી કર્યુ છે.ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે
