Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ

Live TV

X
  • સરદાર સરોવર ડેમમાં 99 ટકા જેટલો જળ સંગ્રહ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 30 જળાશયોમાં 100 ટકા જેટલો તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયો 94.40 ટકા ભરાયા.

    ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

    15 ઓક્ટોબરના સવારના 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના ૧૩૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૧૩ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૩૦ જળાશયો ૧૦૦ ટકા જેટલા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો ૯૪.૪૦ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૮૨.૯૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૪.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં ૯૫.૬૮ ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં ૯૬.૮૨ ટકા જળસંગ્રહ નોંધાયો હતો.

    આ ઉપરાંત રાજ્યના ઉકાઈ, ભાદર-૨, કડાણા, વણાકબોરી, ભાદર, ઓઝત-વિઅર (વંથલી), કરજણ, દમણગંગા, પાનમ, સસોઈ, રાણા ખીરસરા તેમજ ફોફલ-૧, ઓઝત-૨, માછણનાળા, છાપરવાડી-૨, આજી-૩, અને વર્તુ-૨ ડેમ ૧૦૦ ટકા જેટલા ભરાયા છે. જ્યારે, ધરોઈ ડેમ ૯૦.૪૮ ટકા, વાડીમાં ૮૯.૬૭ ટકા, ઓઝત- વિઅરમાં ૮૨.૫૬ ટકા તેમજ આજી-૪ ડેમમાં ૭૧.૭૯ ટકાનો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply