સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે મોટા સમાચાર, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે.
દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ પગાર પત્રકોનું ચુકવણું દિવાળી પહેલાં થઇ શકશે નહિં અને જે કોઇ પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેની જવાબદારી જે તે ખાતાની રહેશે.
