Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 77થી વધુ તાલુકામાં માવઠું, મહુવામાં સૌથી વધુ 3.66 ઈંચ વરસાદ

Live TV

X
  • ગુજરાતના વાતાવરણમાં પટલો આવ્યો છે, ત્યારે ભળઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક જેટલામાં ભારે પવન ફૂંકાવવાની સાથે કરા પડ્યા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે મંગળવારે (6 મે, 2025) કમોસમી વરસાદ પડ્યો હતો. ચાલો જાણીએ કયા જિલ્લામાં માવઠું પડ્યું.

    હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, આજે 6 મેના રોજ સવારના 6:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં 70 તાલુકામાં 0.04 ઈંચથી 0.84 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.66 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.40 અને લિલિયામાં 1.93 ઈંચ, અમરેલીમાં 1.85 ઈંચ અને સાવરકુંડલા 1.50 ઈંચ વરસાદ પડ્યો હતો.  

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે બુધવારે (7 મે, 2025) રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply