Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના GIFT સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RECને RBIએ આપી મંજૂરી

Live TV

X
  • ગુજરાતના GIFT સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RECને RBIએ આપી મંજૂરી

    REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

    ઉર્જા મંત્રાલયે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે REC લિમિટેડ, મંત્રાલય હેઠળની મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અને મંત્રાલય હેઠળની અગ્રણી કંપની NBFC, ભારતીય રિઝર્વ બેંકે આંતરરાષ્ટ્રીય નાંણાકીય સેવા કેન્દ્ર માટે મંજૂરી આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ, ગાંધીનગર, ટેક સિટી ("GIFT")ને શહેરમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) પ્રાપ્ત થયું છે.

    REC લિમિટેડના CMD, વિવેક કુમાર દેવાંગે કહ્યું,  “ગિફ્ટ સિટી પ્લેટફોર્મ વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આંતરરાષ્ટ્રીય ધિરાણ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. અમને વિશ્વાસ છે કે REC દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. "અમે વૈશ્વિક મંચ પર અમારી હાજરીને વધારીને ભારતના પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વૃદ્ધિ કરીશું. 

    ભારતમાં નાણાકીય સેવાઓના ઉભરતા હબ, GIFT સિટીમાં કામગીરીને વિસ્તૃત કરવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે REC તેના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે અને વૃદ્ધિના નવા ક્ષેત્રોની શોધ કરી રહ્યું છે. આ સૂચિત પેટાકંપની GIFT સિટી હેઠળ નાણાકીય કંપની તરીકે ધિરાણ, રોકાણ અને અન્ય નાણાકીય સેવાઓ સહિતની નાણાકીય પ્રવૃત્તિઓની શ્રેણીમાં સંકળાયેલી હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply