Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મતદાન માટે તૈયરી તો બીજી તરફ મતદાન જાગૃતિ માટે અનોખા પ્રયાસ

Live TV

X
  • ગુજરાતમાં મતદાન માટે તૈયરી તો બીજી તરફ મતદાન જાગૃતિ માટે અનોખા પ્રયાસ

    ગુજરાતમાં 26 લોકસભાની સીટમાંથી 25 લોકસભા સીટ પર આવતીકાલે મતદાન થવાનું છે. આ ઉપરાંત હુજરાતની 5 વિધાનસભા સીટ પર મતદાન થશે. કાળઝાળ ગરમી વચ્ચે પણ વધુમાં વધુ લોકો મતદાન કરવા જાય તે માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

    પોસ્ટમેન અને પોસ્ટ અધિકારીઓએ લીધા શપથ
    ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ખેડા વિભાગની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા એક અઠવાડ્યાથી પોસ્ટમેનો ઘરો અને દુકાનોમાં ફરીને  પેમ્પલેટ વેચી રહ્યાં છે. અત્યાર સુધી 6,50000 પેમ્પલેટ વહેચવામાં આવ્યા. આ ઉપરાંત પોસ્ટના અધિકારીઓ તથા પોસ્ટમેનો એ પણ સો ટકા મતદાન કરવાના શપથ લીધા હતા. જેમાં આસિસ્ટન્ટ પોસ્ટ સુપ્રીનટેંડન ખેડા મોહસીન ખાન પઠાણે પોસ્ટ ખાતાના પોસ્ટમેનો અને અધિકારીઓને મતદાન કરવાની અપીલ કરી હતી.

    દીવમાં મતદાન અંગે તૈયારી 

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થવાના આરે,  દીવ પ્રશાસને સતર્કતા સાથે દરેક મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા કરી છે. જનરલ ઓબ્ઝર્વેર લતા કુમારી તથા દીવ કલેકટર ભાનુ પ્રભાએ લોકોને અપીલ કરી છે કે દીવ ખાતે 100 ટકા મતદાન થાય. તેઓ પણ વારંવાર દરેક મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરી વ્યવસ્થાની જાણકારી મેળવી રહ્યાં છે.  નિરિક્ષણ દરમિયાન મળતા લોકોને પણ મતદાન કરવા આહવાન કરી રહ્યાં છે. મતદાનએ આપણી નૈતિક ફરજ છે અને આપણો હક પણ છે તેવી લોકોને આપી રહ્યાં છે સમજ. 

    આણંદમાં જિલ્લા કલેક્ટરની અપીલ

    આણંદ જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી પંચની ગાઈડ લાઈનનું કડક પાલન  કરવા જણાવ્યું. મતદારો માટે ઉભી કરવામાં આવેલી સુવિદ્યા અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. 

    નવસારીમાં કરાઈ વ્યવસ્થા
    25 નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીપંચે  તમામ વ્યવસ્થાઓ કરી.  નવસારીની  સાત વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. મતદાન મથક સુધી ફાળવેલી બસથી EVM સાથે સ્ટાફને પહોંચાડવામાં આવ્યો. હીટવેવને લઈને ચૂંટણીપંચે મતદાન મથક પર આરોગ્ય ટીમ સાથે પીવાના પાણી અને મંડપની વ્યવસ્થા કરી છે. 

    બોટાદમાં ચૂંટણી સાહિત્યની કામગીરી
    બોટાદ જિલ્લા ચૂંટણી વિભાગે EVM, વી.વી.પેટ સહિત ચૂંટણી સાહિત્યની કામગીરી હાથ ધરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલમાં આવતીકાલે મતદાન થાય તેને લઈ ચૂંટણી વિભાગ સજ્જ. લોકો વધુ મતદાન કરે તેને લઈ મદદનીશ ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે. ભાવનગર 15 લોકસભા બેઠક પર બોટાદ જિલ્લાનાં બોટાદ તાલુકા અને ગઢડા તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં બોટાદ 107 વિધાનસભા અને ગઢડા 106 વિધાનસભા બેઠક મળી કુલ 5,53,894 મતદારો છે. જેમાં પુરુષ મતદાર 2,88,650 અને મહિલા મતદાર 2,65,238 છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply