ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર, 15 મહાનગર પાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો
Live TV
-
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં 15 મહાનગર પાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો છે. નગરપાલિકા કે જિલ્લા કે તાલુકા પંચાયત મોટાભાગે ભાજપે જંગી બહુમતી મેળવી છે. જ્યારે કોંગ્રેસ અને આપે પણ થોડી બેઠકો જીતી છે. ભાજપની આ ભવ્ય જીતની ઉજવણી માટે કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યકાશ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે ગુજરાતની જનતાનો સૌથી પહેલા આભાર માન્યો. તેમણે કહ્યું કે ભાજપને જીત અપાવવા બદલ આભાર. દાદાએ જણાવ્યું કે જે રીતે જનતાએ ચૂંટણીમાં જવાબ આપ્યો છે તેમાં ઘણું બધું આવી ગયું છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી તેને લઈને કહ્યું કે અમે આજ રીતે આગળ વધતા રહીશું.
