દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર ભાજપનો વિજય
Live TV
-
દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. દ્વારકા તાલુકામાં આવતી 3 જિલ્લા પંચાયતની બેઠકો પણ ભાજપે જીતી લીધી છે. તે પછી દ્વારકામાં ભાજપનું વિજયી સરઘસ નીકળ્યું હતું.ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં અભૂતપૂર્વ જીત થતા વિજયી સરઘસ માં બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો પણ જોડાયા હતા. ઓખા મંડળ માં કોંગ્રેસ અને આપ તથા અપક્ષો નો સફાયો થયો હતો.
