રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
Live TV
-
રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અને અમદાવાદ સૌથી વધુ 44. 2 ડિગ્રી સાથે અગનભઠ્ઠી બન્યું છે.
રાજયમાં ભુજમાં પણ 43.8 અને ગાંધીનગરમાં 43. 4 તેમજ અમરેલી અને રાજકોટમાં 43. 3 ડિગ્રીએ તાપમાનનો પારો પહોચ્યો છે.તો ડીસામાં તાપમાન 42.2 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા બે દિવસ દરમિયાન હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં 28 એપ્રિલથી 4 મે સુધી એટલે કે આગામી સાત દિવસ યલો ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે હોટસ્પોટ વિસ્તારો પણ જાહેર કરેલા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખતા મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીથી સુરક્ષિત રહેવાના વિવિધ સૂચનો પણ જાહેર કર્યાં છે.
