ગુજરાતને મળશે પોતાનું 'પ્રદેશ-વિશિષ્ટ' એન્ટી-સ્નેક વેનમ: સર્પદંશના મૃત્યુદરમાં થશે મોટો ઘટાડો
Live TV
-
ગુજરાતમાં સર્પદંશની સારવાર વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક પહેલ કરી છે.
વલસાડના ધરમપુર સ્થિત 'સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SRI) દ્વારા રાજ્યના ઝેરી સાપોમાંથી એકત્રિત કરાયેલું ઝેર તેલંગાણા સ્થિત ઉત્પાદક કંપનીને સોંપવામાં આવ્યું છે, જેનાથી ગુજરાત માટે ખાસ 'રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ' બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.ઉચ્ચ ગુણવત્તા વલસાડના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા WHOની માર્ગદર્શિકા મુજબ ઝેર એકત્રિત કરી તેને લાયોફિલાઇઝ્ડ (પાવડર) સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું છે.વધુ અસરકારક રાજ્યના સ્થાનિક સાપોના ઝેરમાંથી બનતી આ રસી ગુજરાતમાં વધુ અસરકારક સાબિત થશે, જેનાથી દર્દીઓને ઓછો ડોઝ આપવો પડશે અને ઓર્ગન ફેઇલ્યોર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટશે.
આરોપી સાપોની પ્રજાતિ મંગાવવામાં આવેલા જથ્થામાં ભારતીય નાગ, કાળોતરો, ખડચિતળો અને ફુરસા જેવા ઝેરી સાપોના ઝેરનો સમાવેશ થાય છે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં માનવ-વન્યજીવ સંઘર્ષમાં સર્પદંશના કિસ્સાઓ સૌથી વધુ છે. વર્ષ 2022માં દેશમાં સર્પદંશથી અંદાજે 65,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત સરકારનું આ પગલું ભારત સરકારના 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાના 'નેશનલ એક્શન પ્લાન' (NAP-SE) માં મહત્વનું યોગદાન આપશે.જીએફઆરએફ (GFRF) ના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવના મતે, આ સંસ્થા હાલમાં ઈરુલા સોસાયટી બાદ એન્ટી-વેનમ ઉત્પાદન માટે ઝેર પૂરું પાડતી દેશની બીજી અગ્રણી સંસ્થા બની છે. ટૂંક સમયમાં જ રાજ્યને આ રસીનો પ્રથમ જથ્થો પ્રાપ્ત થશે, જે સર્પદંશના દર્દીઓ માટે 'સંજીવની' સમાન સાબિત થશે.
