Skip to main content
Settings Settings for Dark

ભારતની દીકરીઓ હવે ચીપ્સ બનાવશે: સાણંદમાં ITI પાસ આદિવાસી દીકરીઓની અદભૂત સફળતા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં CG સેમિની OSAT સુવિધા ખાતે સેમિકન્ડક્ટર ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ થયો છે.

    આ પ્રસંગે પ્રધાનમંત્રી ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટામાંથી આવેલી અને ITIમાં શિક્ષણ મેળવેલી દીકરીઓના યોગદાનને બિરદાવ્યું હતું.સામાન્ય પરિવારોમાં ઉછરેલી અને ક્યારેય પોતાના રાજ્યની બહાર ન નીકળેલી આ દીકરીઓ આજે દેશના સેમિકન્ડક્ટર મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.આ દીકરીઓએ મલેશિયા જઈને વિશ્વની અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની તાલીમ મેળવી છે.એક સમયે જેમના પરિવારો માટે પાસપોર્ટ કે વિદેશયાત્રા કલ્પના બહારની વાત હતી, આજે તે દીકરીઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચીપ્સના ઉત્પાદનમાં નિષ્ણાત તરીકે કામ કરી રહી છે.પૂનમ કુમારી (ઝારખંડ), પ્રિયંકા ધનવાર (ઝારખંડ) અને શિવાની ઉઇકેઈ (મધ્યપ્રદેશ) જેવી અનેક યુવતીઓ આજે આ પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કાર્યરત છે. આ સફળતાએ માત્ર તેમના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી જન્માવી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ITIમાં ભણેલી આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે શિક્ષણ ગમે તે હોય, પરંતુ જો સપનાઓ અને ઈચ્છાશક્તિ અસાધારણ હોય તો દેશની દીકરીઓ ઈતિહાસ રચી શકે છે.આ સફળતા માત્ર એક ફેક્ટરીના ઉત્પાદન પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશની દીકરીઓના સશક્તિકરણ અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને નવી દિશા આપી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply