Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાંથી કેબીનેટમાં પસંદ થયેલ 5 મંત્રીઓને વિશેષ અભિનંદન

Live TV

X
  • મોદી કેબિનેટમાં શપથ લેનાર તમામ મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ મંત્રીઓ તેમજ ગુજરાતમાંથી કેબીનેટમાં પસંદ થયેલ 5 મંત્રીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા છે.

    મોદી કેબિનેટમાં શપથ લેનાર તમામ મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ મંત્રીઓ તેમજ ગુજરાતમાંથી કેબીનેટમાં પસંદ થયેલ 5 મંત્રીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને પૂરી લગન અને નવી ઉર્જા સાથે દેશ અને ગુજરાતની જનતાની આકાંક્ષા પૂરી કરી નવા ભારતના સપનાણે પૂર્ણ કરીશું. તો, નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની નવનિયુક્તિ થઇ છે. જેમાં રાજ્યમાંથી 5 નેતાની પસંદગી કરવામાં આવી છે. જેઓને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ  હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.  મુખ્યમંત્રીએ  મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદો ને મંત્રીપદ આપ્યું છે તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં  ગુજરાત ના ત્રણ ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે. મુખ્ય મંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ  ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદશ્રીઓ શ્રીમતી દર્શનાબેન જરદોશ , શ્રી દેવુસિંહ ચૌહાણ  અને ર્ડા.મહેન્દ્ર મુંજપરાનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ તમામને અભિનંદન પાઠવ્યા છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સતત કાર્યરત પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને મંત્રી મંડળના નવા વરાયેલા મંત્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને દેશને નવી ઊંચાઈઓ પર જરૂરથી લઈ જશે તેવો આત્મવિશ્વાસ તેમણે રજૂ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply