ગુજરાતમાં કોરોનાનાં 65 નવા કેસ, 289 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા હતા. જ્યારે 289 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી 8 લાખ 11 હજાર 988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. અમદાવાદમાં 13, સુરતમાં 11, રાજકોટમાં 7, વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.54 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યારે કોરોનાના 1 હજાર 969 એક્ટિવ કેસ છે. બીજી તરફ આજે મમતા દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ બંધ રખાયું છે. માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતૃબાળ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેશમાં 43 હજાર 73 નવા સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે 47 હજાર 240 લોકો સ્વસ્થ થયાં છે. રિકવરી રેટ વધીને 97.18 ટકા પર પહોંચ્યો છે. સતત 55માં દિવસે સ્વસ્થ થતાં લોકોની સંખ્યાં નવા સંક્રમણનાં કેસ કરતા અનેક ગણી વધારે છે. બીજી તરફ દેશમાં ચાલી રહેલા રસીકરણના મહા-અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36 કરોડ 13 લાખ 23 હજારથી વધુ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. છેલ્લા 24 કલાકમાં 36 લાખ 5 હજાર 958 લોકોને કોરોનાની રસી અપાઈ છે. ICMRના જણાવ્યાં અનુસાર મંગળવારે 19 લાખ 7 હજાર 216 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
