ગુજરાતમાં અરબી સમુદ્રના લૉ પ્રેશરના લીધે ફરી એકવાર વાવાઝોડાના એંધાણ
Live TV
-
ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાના એંધાણ છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર બની રહ્યુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. જે અનુસાર આગામી 21 ઓક્ટોબરના રોજ લૉ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે.
આગામી 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. હાલમાં હવામાન વિભાગ અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ પર નજર રાખી રહ્યુ છે.
સાવચેતીના ભાગરુપે માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના આપવામાં આવી છે. જો આ સિસ્ટમ વાવાઝોડું બને અને અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધે તો તે ગુજરાતને પણ કેટલાક અંશે અસર કરે તેવી સંભાવના છે.
