ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં વરસાદ અંગે અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક કહ્યુ હતું કે, શહેરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે બીજા દિવસ માટે એટલે કે, શનિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
સુરતમાં ધોધમાર વરસાદના પગલે, પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાયા હતા. તો રાજુલાની મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળ્યાં હતા. ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધારે બોટાદ શહેરમાં, બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે બોટાદમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા નદીમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે અને શહેર કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે પરંતુ માત્ર વરસાદી ઝાપટા પડી બંધ થઈ જાય છે. આજે અને આવતીકાલે અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાં વરસાદી વાદળ સાથે ક્યાંક છુટા છવાયા વરસાદી ઝાપટા વર્ષે શકે છે. ત્રીજા દિવસે એટલે કે 30 જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે.
ભરૂચમાં બપોરના 12 વાગ્યાના અરસામાં વાદળ છાયા વાતાવરણમાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેમાં વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી.પરતું હજી પણ ધોધમાર વરસાદ નહિ વરસતા લોકો સારા વરસાદની થવાની રાહ જોઈ રહ્યા છે.
