Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગરમાં પોતાના નિવાસસ્થાને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

Live TV

X
  • રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના પરિવારજનો સાથે વિસનગરમાં નિવાસસ્થાને પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.

    પ્રધાનમંત્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

    પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.

    આરોગ્યમંત્રીએ પણ પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા  હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply