Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લાના 1754 પ્રાકૃતિક કૃષિકારોને ગાયોના પાલન માટે 1.93 કરોડની સહાય

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન મળે એ માટે ખેડૂતોને એક ગાયના પાલન માટે સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24ના સમયગાળામાં કુલ 1754 પશુપાલકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

    પ્રાકૃતિક કૃષિના પ્રખર હિમાયતી એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના ખેડૂતો સાથેના સંવાદમાં વારંવાર ગાયના છાણમાંથી બીજામૃત બનાવી તેનો કૃષિમાં ઉપયોગ કરવા ઉપર ભાર મૂકે છે અને તેની પાછળ રહેલું સુક્ષ્મ કૃષિ વિજ્ઞાન પણ સમજાવે છે. પ્રાકૃતિક કૃષિ કરવા માટે ગાયનું પોષણ પણ જરૂરી છે.

    સરકાર દ્વારા ખેડૂતોને, ગાયના લાલનપાલન માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે માસિક 900 લેખે વાર્ષિક 10800ની વાર્ષિક મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

    નર્મદા જિલ્લાની વાત કરીએ તો અહીં આ યોજનાના 1754 લાભાર્થીઓને 19353000 સહાય પેટે આપવામાં આવ્યા છે. જેમાં તિલકવાડા તાલુકાના 93 ખેડૂતોને 1031400, ગરુડેશ્વર તાલુકાના 268 ખેડૂતોને 3018600, નાંદોદ તાલુકાના 434 ખેડૂતોને 4752000, ડેડિયાપાડા તાલુકાના 475 ખેડૂતોને 5248800 અને સાગબારા તાલુકાના 484 ખેડૂતોને 5302800ની સીધી આર્થિક સહાય આપવામાં આવી છે.

    આમ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને ગાયના રખરખાવ માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય અપાતા તેઓ જમીનમાં રસાયણમુક્ત કૃષિ કરવા માટે પ્રોત્સાહિત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply