Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી

Live TV

X
  • કેટલાક જિલ્લાઓમાં આજે હળવો વરસાદ પડશે. જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે

    ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગામન પહેલા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રી વટાવી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગ ફરી વરસાદની આગાહી કરી છે.

    ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી વધી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 33.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમી વધવાની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાને 40 ડિગ્રીની સપાટી વધીને 41 ડિગ્રી પહોંચ્યું છે. ગાંધીનગરમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

    હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. IMD પ્રમાણે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં આજે હળવો વરસાદ પડશે. જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.. ભાવનગર, અમરેલી, સુરન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. તો દાહોદ, ભરૂચ, સુરતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. નર્મદા, દાહોદ, પંચમહાલ વડોદરા, છોટા ઉદેપુર, વલસાડમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

    ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પડે છે અને આ વરસાદ ખેતી માટે ખૂબ મહત્ત્વનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply