Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગર જિલ્લાના પ્રવાસે

Live TV

X
  • મુખ્યમંત્રી જામનગર શહેરના ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં રૂ.430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કરશે

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે 7મી જૂને જામનગર જિલ્લાના પ્રવાસે છે. સવારે 10:15 કલાકે તેઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યાંથી તેઓ શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરશે. બાદમાં તેઓ કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા સંકલન સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજશેમુખ્યમંત્રી દ્વારા જામનગર શહેરના ટાઉનહોલ ખાતેથી રૂ. 430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં કુલ રૂ. 34 કરોડ 74 લાખના ખર્ચે થનાર લોકાર્પણના કાર્યક્રમોમાં લાલપુર રોડ પર પમ્પ હાઉસ પાછળની જગ્યામાં રૂ. 13 કરોડ 29 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રૂ. 10 કરોડ 66 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડૉ.શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, જામનગર મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં રૂ. 8 કરોડ 14 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા જનરલ બોર્ડનું બિલ્ડીંગ, ગુરુ ગોબિંદસિંગ હોસ્પીટલમાં રૂ.35 લાખના ખર્ચે બનેલ બે  પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવાના કામોનો સમાવેશ થાય છે. 

    જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના શિક્ષણ વિભાગને લગત લોકાર્પણના કામો જેમાં રૂ.1 કરોડના ખર્ચે કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વધારાના 5 ક્લાસરૂમ બનાવવાનું કામ, રૂ.60 લાખના ખર્ચે રાફુદડ પ્રાથમિક શાળામાં વધારાના 3 ક્લાસરૂમ બનાવવાનું કામ, રૂ.40 લાખના ખર્ચે ધ્રોલ વાડી શાળા -4માં વધારાના 2 ક્લાસરૂમ બનાવવાનું કામ, રૂ.20 લાખના ખર્ચે હમાપર પ્રાથમિક શાળામાં વધારાનો 1 ક્લાસરૂમ બનાવવાનું કામ તથા રૂ.10 લાખના ખર્ચે નિકાવા આંગણવાડીનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.  

    રૂ.395 કરોડ 76 લાખના ખર્ચે થનાર ખાતમુહુર્ત થનાર કામોમાં રૂ.84 કરોડ 88 લાખના ખર્ચે જામનગર શહેરના ઠેબા બાયપાસ જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવાનું કામ, રૂ.50 કરોડ 7 લાખના ખર્ચે શહેરના સમર્પણ સર્કલ જંકશન પર ફલાય ઓવરબ્રીજનું કામ, રૂ.35કરોડ 21 લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.5 પર મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ (ઓડીટોરીયમ) બનાવવાનું કામ, રૂ.22 કરોડ 76લાખના ખર્ચે 10 એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સાથે તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ , રૂ.6 કરોડ 55 લાખના ખર્ચે લાલપુર બાયપાસ રોડ પર ફાયર સ્ટેશન બનાવવાનું કામ, રૂ.5 કરોડ 18 લાખના ખર્ચે સમર્પણ ઈ.એસ.આર.થી સત્યમ કોલોની, સમર્પણ સર્કલ તથા ખોડીયાર મંદિર સુધી ડી.આઈ. પાઈપ લાઈનનું કામ, રૂ.4 કરોડ 52 લાખના ખર્ચે પટેલ કોલોની શેરી નં. 12 માં પી.એન.માર્ગ થી નવી હાઈકોર્ટ બિલ્ડીંગ થઈને ગાંધીનગર થઈ માજોઠીનગર રેલ્વે ટ્રેક પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, રૂ.2 કરોડ 78 લાખના ખર્ચે પટેલ કોલોની શેરી નં.12માં  પી.એન.માર્ગ થી નવી હાઈકોર્ટ બિલ્ડીંગ થઈને ગાંધીનગર સુધી સી.સી.રોડનું કામ, રૂ.2 કરોડ 7 લાખના ખર્ચે લાલવાડી વિસ્તારમાં સંસ્કાર ધામ સોસાયટી, શીતવન સોસાયટી, ગીરીરાજ સોસાયટી શેરી નં. 4 મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા ​​​​​​​વ્રજ વલ્લભ સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ, રૂ.1 કરોડ 38 લાખના ખર્ચે મચ્છનગરમાં બાપા સીતારામની મઢુલીથી મોમાઈનગર થઈ ગાંધીનગર હરીઓમ પાન થઈ ઈચ્છેશ્વર મહાદેવનું મંદિર થઈ ખોડીયાર હોલની બાજુમાં આવેલ પુલીયા સુધી સી.સી. રોડનું કામ, રૂ.1 કરોડ 31 લાખના ખર્ચે દિગ્વિજય પ્લોટ 49, રામનગરથી જકાતનાકા સર્કલ સુધી સી.સી. રોડનું કામ, રૂ.1 કરોડ 23 લાખના ખર્ચે કિર્તી પાનથી સરદાર પાર્કથી વૃદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેનેજના કામ, રૂ.77 લાખના ખર્ચે કિર્તીપાનથી સરદાર પાર્કથી વૃદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સી.સી. રોડનું કામ, રૂ.75 લાખના ખર્ચે ધરારનગર- 2 બાપા સીતારામ મઢુલીથી શહીદી હોટલ થઈને દાતારી પાન સુધી સી.સી. રોડનું કામ, રૂ.75 લાખના ખર્ચે કીર્તીપાનથી વાયા હર્ષદ મિલની ચાલી થઇ ઘાંચીની ખડકી સુધી સી.સી.રોડનું કામ, રૂ.68 લાખના ખર્ચે વોર્ડ નં. 16માં  હરીધામ વાળો મેઈન રોડ સી.સી. રોડનું કામ, રૂ.43 લાખના ખર્ચે મોમાઈનગર શેરી નં. 1થી 4થી શાળા નં.40ની બાજુમાં આવેલ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, રૂ.42 લાખના ખર્ચે 15માં નાણાંપંચની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. 1 બેડેશ્વર વિસ્તારમાં ગીરીરાજ ઓઈલમીલ પાસે સી.સી. રોડનું કામ, રૂ.37 લાખના ખર્ચે મંગલધામ કનૈયા પાર્કથી મંગલધામના છેડા સુધી સી.સી. રોડના કામનો સમાવેશ થાય છે. 

    આ ઉપરાંત, એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં રૂ.115 કરોડ 39 લાખના ખર્ચે નવી યુ.જી. બોયઝ હોસ્ટેલ અને પી.જી.બોયઝ હોસ્ટેલ બનાવવાના કામનું ખાતમુહુર્ત અને સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનુ અપગ્રેડેશન અને નવા બાંધકામના કામનું રૂ.58 કરોડ 26 લાખના ખર્ચે ખાતમુહુર્ત થનાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply