Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ.

    સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.

    જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં.

    ગુજરાતમાં ચોમાસું બરોબર બેઠું છે, ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં  હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી છે.

    અષાઢી બીજના દિવસે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આવી વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ સહિત ચાર જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 

    આજે 28મી જૂન ને શનિવારે બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. 

    હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply