Skip to main content
Settings Settings for Dark

ભગવાન જગન્નાથની રથયાત્રા, મેયર ડેપ્યુટી મેયરે ભગવાનનું કર્યું સ્વાગત

Live TV

X
  • ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા. ભાવિ ભક્તો પણ પ્રભુને આવકારી રહ્યા છે. ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન છે. રથયાત્રા જોવા માટે નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ લોકો પહોંચ્યા છે.

    18 શણગારેલા ગજરાજો, 101 ટ્રકો,  30 અખાડા સહિત 2500થી વધુ સાધુ-સંતો રથયાત્રામાં સામેલ થયા છે.. ખાસ શણગારેલા ટ્રકોમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધારે ટ્રકો, અંગદાન મહાદાનનો મેસેજ આપતો ટ્રક,, મહાકાલની થીમ પર શણગારેલી ટ્રક,, રમકડા અને ટેડી બેરથી ભરેલી ટ્રક,, તો વનતારા થીમની ટ્રક જોવા મળી હતી.

    ભજન મંડળીઓએ સરસપુર ભગવાન જગન્નાથજીના મોસાળ ખાતે ભજન ગાયા. હાથીઓ સાથે સાથે ટ્રક પણ સરસપુર પહોંચ્યા હતા. અખાડા અલગ અલગ કરતબો કરતા જોવા મળી મળ્યા હતા. રથયાત્રામાં 23 હજાર 844 પોલીસ જવાનો, 75 ડ્રોન, 3 હજાર 500 CCTV કેમેરા અને રથયાત્રાના રૂટ પર AI ટેકનોલોજીથી મોનિટરીંગ કરાઈ રહ્યું છે.

    ભગવાન જગન્નાથનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચતા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરાયું હતું...  ભગવાન જગન્નાથને ફુલહાર કરી દર્શન કરાયા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply