Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે 49 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ કયા-કેટલો વરસાદ નોંધાયો

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે 27 મેની વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 49 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે આજે મંગળવારે બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

    રાજ્યમાં 26 મેના સવાર 6 વાગ્યાથી 27 મેના સવાર 6 વાગ્યામાં એટલે 24 કલાકમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં 2.44 ઈંચ, વલસાડમાં 1.93 ઈંચ, નવસારીના ચીખલીમાં 1.81 ઈંચ, વલસાડના ઉંમરગાવમાં 1.81 ઈંચ, નવસારીના વાસંદામાં 1.50 ઈંચ, ખેરગામમાં 1.26 ઈંચ, છોટા ઉદેપુરના નસવાડીમાં 1.22 ઈંચ, ડાંગના વઘાઈ, વલસાડના ધરમપુર અને છોટા ઉદેપુરના જેતપુર પાવી ત્રણેય તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 39 જેટલા તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 

    આજે મંગળવારે (27 મે) સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં 2.36 ઈંચ, ભરૂચના હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73 ઈંચ, ભરૂચમાં 1.69 ઈંચ, સુરતના માંગ્રોલમાં 1.65 ઈંચ, સુરતના ઓલપાડમાં 1.22 ઈંચ, ભરૂચના વલિયામાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 28 જેટલાં તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 

    હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે બુધવારે (28 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ અને 29 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

    જ્યારે આગામી 30-31 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે 01-02 જૂનના રોજ સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply