Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, આવતીકાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.  જ્યારે આજે મંગળવારે (27 મે) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 2 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે બુધવારે (28 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ અને 29 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

    જ્યારે આગામી 30-31 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

    આ સાથે 01-02 જૂનના રોજ સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply