દ્વારકાના દરિયામાં 10 ફૂટના મોંજા ઉછળ્યા, ગોમતી ઘાટ પર ગોઠવાયો બંદોબસ્ત
Live TV
-
અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો, ગોમતી ઘાટમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા.
કૃષ્ણનગરી દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર 10 ફૂટ સુધી મોજા ઉછળ્યા હતા. સાથે સાથે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જામ્યો હતો. જેને કારણે સ્થાનિક પાલિકાની ફાયર ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે પ્રવાસીઓ નાહવા ન પડે તે માટે તૈનાત કરવામાં આવી છે. ગોમતીના જૂના ઘાટો પર ઊભા રહેવું મુશ્કેલ બન્યું હતું..આખરનો સમય અને અમાસ હોવાથી દરિયામાં કરંટ દેખાયો હતો.
અરબી સમુદ્ર ગાંડોતુર બન્યો
દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બન્યો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 10 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયામાં કરંટ જોવા મળ્યો. મહત્ત્વનું છે કે હાલ દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળવાને કારણે તંત્ર એલર્ટ મોડમાં છે. દરિયાના પાણી ચોપાટીને ક્રોસ કરીને અંદર સુધી આવી રહ્યાં છે.
ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાયો
હવામાન ખાતાની આગાહીની અસર કૃષ્ણનગરી દ્વારકાના દરિયામાં જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા દેખાયા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે.
