ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત
Live TV
-
ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પરિવહનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની અમલવારી કરી છે. રાજ્ય સરકારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર લાગતા ટેક્સ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિધાનસભામાં 2025-26ના બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ, ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6 ટકા ટેક્સ હવે ઘટાડીને માત્ર 1 ટકા કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વાહન માલિકોને સીધો 5 ટકા ટેક્સનો ફાયદો મળશે. આ ટેક્સ છૂટ આગામી તા. 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. વ્હીકલના પ્રકાર મુજબ ફક્ત 1 ટકા લેખે જ ટેક્સ વસૂલવા માટે પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
ટેક્સ છૂટનો લાભ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે વાહન ૪.૦ પોર્ટલ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને આ ટેક્સ ઘટાડાનો સીધો લાભ મેળવી શકે છે. આ ઓનલાઈન સુવિધાથી સમય અને શક્તિનો બચાવ થશે.