ગુજરાતમાં ઉનાળો આકરા મિજાજમાં, 10 મે થી 14 મે સુધી ગુજરાતમાં 'યલો એલર્ટ'
Live TV
-
ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે...હવામાન વિભાગ મુજબ 10 મે થી 14 મે સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ દિવસો દરમિયાન ગરમ પવન ફૂંકાવાની અને તાપમાન ઊંચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે 15 મે અને 16 મે ના રોજ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે, પાંચ દિવસના અસહ્ય તાપ બાદ છઠ્ઠા અને સાતમા દિવસે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને વાતાવરણમા રાહત થવાની શક્યતા છે. નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવે છે.
