કર્ણાટક અને તેલંગાનાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે ગુજરાત આગમન
Live TV
-
કર્ણાટક અને તેલંગાનાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે. તેઓ રાત્રે જામનગર પહોંચશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ અને ભારતની અતૂટ આસ્થા અને સભ્યતાની વિરાસતના પ્રતિક સોમનાથ મંદિરમાં "સોમનાથ અમૃત પર્વમાં" ભાગ લેશે. સોમનાથ અમૃત મહોત્સવ સોમનાથ મંદિરના પુનર્નિમાણના ઉદઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવવામાં આવી રહ્યો છે.. પ્રધાનમંત્રી મોદી અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. મહાપૂજા અને વિશેષ કુભ અભિષેક,, તેમજ ધ્વજારોહણ કાર્યક્રમમાં સામેલ થશે. આ અવસરે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની વિરાસતને અનુલક્ષીને એક સ્મારક ટપાલ ટીકીટ, અને સિક્કો પણ પ્રસિદ્ધ કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી આવતી કાલે વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે.
