Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, લાલ બંગલો સર્કલ ખાતે વિશાળ જનસભાને સંબોધી | DD News Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, લાલ બંગલો સર્કલ ખાતે વિશાળ જનસભાને સંબોધી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં જામનગરવાસીઓએ તેમનું અદભૂત અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીએ શહેરના ઐતિહાસિક લાલ બંગલો સર્કલ ખાતેથી એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.

    સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ
    પ્રધાનમંત્રીના આ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક નૃત્યો જેવા કે મણિયારો રાસ, સિદી ધમાલ, હુડો રાસ આ પરંપરાગત પ્રસ્તુતિઓએ જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 

    •  કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ)
    •  રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા
    •  સાંસદ પૂનમબેન માડમ
    •  ધારાસભ્ય દિવ્યેશ અકબરી
    •  જામનગર મહાનગરના પ્રભારી ધનસુખ ભંડેરી સહિતના આગેવાનો અને અધિકારીઓનો સમાવેશ થાય છે.

    હવે સોમનાથ ખાતે 'અમૃત પર્વ'ની ઉજવણી
    જામનગરની મુલાકાત બાદ આજે સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં 'સોમનાથ અમૃત પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
apply