ગુજરાતમાં કોરોનાના 82 કેસ, અમદાવાદને કોરોના વાયરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું
Live TV
-
આજે કોરોના વાયરસના 8 નવા કેસ સામે આવ્યા છે,આ તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 82 થઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે નવા આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ છે, બીજા એક 18 વર્ષના યુવાન છે, અને એક 45 વર્ષના મહિલા છે, ત્રણેએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. અમદાવાદને કોરોના વાયરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાં પોઝિટિવ કેસની સંખ્યા નીચે પ્રમાણે છે
●અમદાવાદ:31
●વડોદરા: 9
●રાજકોટ: 10
●ગાંધીનગર:11
●સુરત:10
●કચ્છ: 1
●ભાવનગર :5
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર -1
વિદેશ: 33, આંતરરાજ્ય:8, સ્થાનિક:41આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં હજુ 5 એપ્રિલ સુધી કોરોનાવાયરસના કેસ વધવાની પૂરી સંભાવના છે. આ સાથે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, ગુજરાતીઓએ લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો કેમ કે હાલમાં ઈન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતમાં વેન્ટિલેટર પર હોય તેવા કેસોની સંખ્યા પણ બહુ નથી તેથી ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પણ લોકો લોકડાઉનનો કડક અમલ કરે તો સ્થિતીને ગંભીર બનતી રોકી શકાય છે તેમ તેમણે ઉમેર્યું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.