રાજ્યના હાઇવે પર હાલ તમામ મૂવમેન્ટ કરવામાં આવી બંધ
Live TV
-
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકોનો સહકાર મળી રહ્યો છે. પરંતુ જો આગળ સહકાર નહી મળે તો પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના હાઇવે પર હાલ તમામ મૂવમેન્ટ બંધ કરવામાં આવી છે. પોલીસે 18000 જેટલા લોકોને અટકાવ્યા હતા. વધુમાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્ય આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં સફળતા મળતા આ સિસ્ટમને બીજા શહેરોમાં પણ અમલ કરવામાં આવશે. તો કરિણાયાની દુકાનો તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ ભીડ ન થાય તે માટે પણ પોલીસ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના 342 કેસ, કોરોન્ટાઇન કાયદાનો ભંગના 272 સહિત કુલ 1653 ગુના નોંધાયા છે.