વીજ યુનિટને લઈને મોટી જાહેરાત, યુનિટ દીઠ ભાવમાં ઘટાડો
Live TV
-
ઉર્જામંત્રી સૌરભ પટેલે બોટાદ ખાતે વીજ યુનિટને લઈને મોટી જાહેરાત કરી હતી કે, મંત્રી શ્રી એ જણાવ્યું કે, 1 એપ્રિલથી વીજ યુનિટનો ભાવ જાહેર કરવામાં આવતો હોય છે. બી.પી.એલ. કુટુંબમાં માસિક 30 યુનિટના વપરાશમાં 1.50 રૂપિયા નો યુનિટ ભાવ હતો તે હવે 50 યુનિટ સુધી એજ ભાવ રહેશે તેમજ ખેતીવાડી માં લિફ્ટ એરિગેસનમાં યુનિટ દીઠ 1.80 ભાવ હતો તેમાં પણ ઘટાડો કરવામાં આવશે અને ઉદ્યોગોમાં જે રાત્રે વીજળી વાપરવામાં આવે છે તેમાં પણ લાભ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ગરીબ, ખેડૂતો તેમજ ઉદ્યોગોના વીજ દરમાં લાભ મળે તેને લઈ કોઈ યુનિટમાં ભાવ વધારો કરવામાં આવેલ નથી.