Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: આગામી 4 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીના વધારાની આગાહી

Live TV

X
  • ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: આગામી 4 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીના વધારાની આગાહી

    ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ બાદ હવે સત્તાવાર ઉનાળાનો આકરો મિજાજ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી જેટલો ઊંચકાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

    11 થી 14 એપ્રિલ: શુષ્ક વાતાવરણની અસર

    હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 11 થી 14 એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે સુકું અને શુષ્ક રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનોની સાથે ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને ભારે અકળામણ અને પરસેવાનો અનુભવ થશે. હાલમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા છતાં, પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાંથી તરત રાહત મળવાના સંકેત ઓછા છે.

    તાપમાનના આંકડા: અમરેલી સૌથી ગરમ

    ગત છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સૌથી વધુ 36.7 ડિગ્રી જ્યારે,, અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલમાં રાજ્યમાં સરેરાશ તાપમાન 36 ડિગ્રી આસપાસ છે, પરંતુ આગામી દિવસોમાં તે 40 ડિગ્રી તરફ પ્રયાણ કરી શકે છે.

    નિષ્ણાતોની સલાહ

    ગરમીમાં અચાનક થનારા વધારાને પગલે આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા જેવી સાવચેતી રાખવા સલાહ આપી છે. દરિયાકાંઠાના માછીમારો માટે પણ ખંભાતના અખાતમાં પવનના જોરને લઈને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply