Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત, હવે ત્રણ દિવસ આંધી વંટોળની આગાહી

Live TV

X
  • રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહશે અને દક્ષિણ-પશ્ચિમ તેમજ પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.

    ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહશે અને દક્ષિણ-પશ્ચિમ તેમજ પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. અમદાવાદનું તાપમાન 43.2 ડીગ્રી, સુરેન્દ્રનગર 42 ડીગ્રી, અમરેલી-રાજકોટ 41 ડીગ્રી, ગાંધીનગર 42.7 ડીગ્રી, ડીસા 40 ડીગ્રી, દ્વારકા 33 ડીગ્રી રહ્યુ હતું. 

    સાથે જ આગામી ત્રણ દિવસ દરમિયાન આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply