ગુજરાતમાં ચાંદીપુરાના 84 શંકાસ્પદ કેસ, કુલ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો
Live TV
-
ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક 84 થયો છે અને તેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે. ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 84 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી 2 જ્યારે સુરેન્દ્રનગર- ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી 1-1 કેસ નોંધાયા છે. પંચમહાલમાંથી સૌથી વધુ 11, સાબરકાંઠામાંથી 8, અમદાવાદ શહેરમાંથી 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આજે નવા કોઇ પોઝિટિવ કેસ મળ્યા નથી.
