સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ દ્વારકા,જૂનાગઢ, પોરબંદર, અમરેલી,સોમનાથ, વલસાડ,દાદરાનગર હવેલી, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભરે વરસાદની આગાહી કરાઇ છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે.
અમરેલી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેમજ ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
