Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચોમાસુંનું આગમન લંબાતા વસ્ત્રાલ વિસ્તારમાં પ્રજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

Live TV

X
  • વરસાદ માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે થશે પ્રજન્ય યજ્ઞ, 11 યજમાનો પાણીથી ભરેલા તપેલામાં બેસીને કરશે યજ્ઞ. માન્યતા મુજબ પ્રજન્ય યજ્ઞથી વરસાદનું આગમન થાય છે. ગરમી અને ઉકળાટથી રાહત મળે તે માટે વરસાદની પ્રાર્થના કરવામાં આવે છે. સામાજિક આગેવાનો અને સ્થાનિક આગેવાનો યજ્ઞમાં રહ્યા હાજર

    ગુજરાત માં ચોમાસાના વરસાદ ની સતત કેટલાય દિવસોથી લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે અને જનતા ગરમી અને ઉકળાટ થી ત્રાહિમામ પોકારી ગઈ છે. આ ચોમાસા માં વરસાદ ને મનાવવા માટે વસ્ત્રાલ ખાતે પ્રજન્ય યજ્ઞ નું વિધિ વિધાન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું આં યજ્ઞ માં 11 જેટલા વ્યક્તિઓ પાણી ભરેલા મોટા તપેલા માં બેસી આં યજ્ઞ મહારાજ ની હાજરી માં વિધિ વિધાન સાથે મંત્રોચાર કરી વરુણ દેવ ને તરસી ધરતી પર પધારવા આહવાન કરવા માં આવ્યું હતું. કહેવાય છે કે આ યજ્ઞ કરવા થી વરસાદ નું આગમન થાય છે 

    આ પ્રસંગે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર રમેશભાઈ કાંટાવાળા વસ્ત્રાલ વિસ્તારના વોર્ડ પ્રમુખ પ્રદીપભાઈ પટેલ અને નગર સેવક પરેશભાઈ પટેલ અને મીતભાઇ પ્રજાપતિ તથા ગોપી ડેરીના સંસ્થાપક હરેશભાઈ પંડિત અને અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરી પણ પ્રજન્ય યજ્ઞમાં આહુતિ આપવા હાજર રહી આહુતિ આપી 

    આ પ્રજન્ય યજ્ઞમાં વસ્ત્રાલના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રજન્ય યજ્ઞમાં પોતાની શ્રદ્ધાથી આહુતિ રીતે અર્પણ કરી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply