ગુજરાતમાં જનજીવનને પૂર્વવંત કરવા અનલોક ૧ બાદ મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોની કરી જાહેરાત
Live TV
-
સુરત મહાનગર પાલિકા, રાપર જીઆઇડીસી અને જેટકોને જમીનની ફાળવણી કરવામાં આવી.તો ગુજરાતના વિવિઘ શહેરોમાં કરોડો રુપિયાના વિકાસ કામો શરુ થશે. કોરોના સામે લડવાની સાથે ગુજરાતનો વિકાસ કરવો તે સરકારની અગ્રિમતા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે, સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે. ત્યારે મુખ્યમંત્રીએ કોરોનાના આ કાળમાં પણ, વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ,ત્વરાએ હાથ ધરી, રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ,ઉદાત્ત ભાવથી ,એક જ દિવસમાં રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. જે હેઠળ મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે, પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે. તો સરહદી વિસ્તાર રાપરના ચિત્રોડમાં ,૭.પ૦ લાખ ચોરસ મીટર જમીન ,ઔદ્યોગિક વસાહત નિર્માણ માટે ,GIDCને આપી છે. નવસારી-પલસાણાના ,તાંતીથૈયામાં ,૬૬ કે.વી. સબસ્ટેશન નિર્માણ માટે ૪૯૦૦ ચો.મીટર જમીન જેટકોને સોપવાનો નિર્ણય કર્યો છે. તો સુરત મહાનગરપાલિકા બહારના આઉટગ્રોથ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા ૩ર.૯૯ કરોડ ફાળવાશે. ત્યારે ફરેડી મોડાસા-અરવલ્લીમાં રર૦ કે.વી. સબસ્ટેશન માટે, ૪પ હજાર ચો.મીટર જમીન જેટકોને ફાળવાશે
