છોટાઉદેપુર - કોરોનાને મ્હાત આપી 8 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ
Live TV
-
જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી તેમજ ડોક્ટર્સ સહિતના સ્ટાફે તાળીઓ સાથે વિદાય આપી હતી
છોટાઉદેપુર જિલ્લામાં આજે કોરોનાના આઠ દર્દીઓને દસ દિવસની સારવાર બાદ રજા અપાઈ હતી. કોરોના સંક્રમિત બનેલ છોટાઉદેપુર તાલુકાના કાકડકુંડ ગામના પાંચ, ધમોડી ગામના બે અને ગાબડિયાના એક મળીને કુલ આઠ દર્દીઓને છોટાઉદેપુરની મેડીટોપ ખાતેની કોવિડ19 હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી તેમજ ડોક્ટર્સ સહિતના સ્ટાફે તાળીઓ સાથે વિદાય આપી હતી. જ્યારે સાજા થયેલા ગાબડિયાના હોમગાર્ડ જવાનને આવકારવા હોમગાર્ડ જવાનોએ પણ હાજર રહી પુષ્પ વર્ષા કરી હતી. જિલ્લામાં કુલ સંક્રમિત 37 પૈકી 31 સાજા થયા છે, જ્યારે એકનું દર્દીનું મોત થયું છે, અને પાંચ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
