ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત નલિયા 5. 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર
Live TV
-
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. 5. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. રાજકોટ, પોરબંદર અને અમરેલી 10 ડિગ્રી સાથે ઠંડાગાર રહ્યા હતા. જ્યારે ડીસામાં 11. 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ તથા પાટનગર ગાંધીનગરમાં તાપમાન અનુક્રમે 13. 9 તથા 13. 7 ડિગ્રી રહ્યું છે. ઠંડા પવનો સાથે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી.બીજી બાજુ ઉત્તર ભારતમાં ઠંડી જોર પકડી રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીનુ જોર વધશે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયુ છે. પરિણામે ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત થઇ છે. હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઠંડીને પગલે પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જમ્મુ- કાશ્મીરના ગુલમર્ગમાં બરફ વર્ષાને કારણે સહેલાણીઓમાં આનંદનું મોજું છવાયું છે.
પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હરિયાણા, ચંદીગઢ અને પૂર્વીય રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાતા રવિવાર અને સોમવાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.