Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં શુદ્ધ ખોરાક માટે ખાસ આરોગ્ય વિભાગની ખાસ ડ્રાઈવ યોજાઈ

Live TV

X
  • વાનગીઓમાં કેટલીક વખત ખરાબ ગુણવત્તાનો ઉપયોગ થતાં લોકો બીમાર પડે છે

    ગુજરાતમાં ઉત્તરાયણ તહેવારની પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ઉત્તરાયણનો તહેવાર આવતા જ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. રાજ્યના નાગરીકોને શુદ્ધ ખોરાક મળે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. તહેવારની ઉજવણીનો લાભ લઈ કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ઉતરાયણના દિવસે ઊંધિયું,જલેબી, શિયાળુ પાક સહિત તલની ચીક્કી જેવા ખાદ્ય પ્રદાર્થોનું વધુ વેચાણ થતુ હોય છે.

    સ્થળ પર જઈને ખાદ્ય પ્રદાર્થોના સેમ્પલ લઈને ચકાસણી કરી રહ્યા છે

    તહેવારમાં વેપારીઓ વધુ કમાણીની લાલચમાં હલકી ગુણવત્તાવાળા તેલ અને ઘીનો ઉપયોગ કરતા હોય છે. જેથી તહેવારની સિઝન આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્પેશિયલ ડ્રાઈવ કરીને ખાદ્ય ખોરાકની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તમામ ફૂડ ઇન્સ્પેકટર સુચના આપવામાં આવી છે. ફૂડ ઈન્સ્પેક્ટર વિવિધ સ્થાનો પર ઊંધિયું,જેલબી અને ચીક્કીનું મોટા પ્રમાણે વેચાણ થતું હોય તેવા સ્થળ પર જઈને ખાદ્ય પ્રદાર્થોના સેમ્પલ લઈને ચકાસણી કરી રહ્યા છે. 

    વાનગીઓમાં કેટલીક વખત ખરાબ ગુણવત્તાનો ઉપયોગ થતાં લોકો બીમાર પડે છે

    સ્થળ પર ચકાસણી દરમિયાન સેમ્પલ ફેલ થાય તો તત્કાલિક ખોરાકનો નાશ કરીને ખોરાક વેચનારા માલિક સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. ખાદ્યપદાર્થના નમૂના ફેલ થતાં ભેળસેળિયા વેપારીને દંડ તેમજ દુકાન સીલ કરવા જેવા પગલાં પણ લેવામાં આવી શકે. રાજ્યમાં 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી દરમ્યાન ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી થતી હોય છે. આ તહેવારમાં પતંગ રસિયા સવારથી જ ધાબે ચઢી પતંગ ચડાવવા લાગે છે. જ્યારે આ દિવસોમાં લોકોના ઘરે ઊંધિયાની લિજ્જત પણ માનવામાં આવે છે. તો સ્વીટમાં જલેબી તેમજ તલની ચિક્કી જેવી વાનગીઓ પણ લોકો લેતા હોય છે. તેલ અને ઘીમાં બનતી આ વાનગીઓમાં કેટલીક વખત ખરાબ ગુણવત્તાનો ઉપયોગ થતાં લોકો બીમાર પડે છે. આથી જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજી વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply